
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પેટા:-ડાંગ જિલ્લાનાં ખાતળ-માછળી ગામ નજીક આવેલ મિલિંદ ધોધમાં તાપી વ્યારાનાં 8 યુવકો ન્હાવા પડ્યા હતા.જેમાંથી 2 યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતા અફરા તફરી મચી હતી..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં નદી નાળા અને જળધોધ અખૂટ પાણીનાં જથ્થા સાથે છલકાઈ ઉઠ્યા છે.ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્યની વચ્ચે નદી નાળા, ઝરણા અને નાના મોટા જળધોધનો લ્હાવો માણવા માટે હાલમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.તેવામાં ડાંગ વહીવટી તંત્રની ટીમ દ્વારા પ્રવાસીઓને નદી નાળા કે જળધોધમાં ઉતરવા માટે પ્રતિબંધ મૂક્યો છે.અને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યુ છે.તેમ છતાંય આજરોજ તાપી જિલ્લાનાં વ્યારા નજીકનાં ગામોનાં પ્રવાસી યુવકો ડાંગનાં માછળી નજીક જળધોધમાં ન્હાવા માટે કૂદી પડતા દુઃખદ ઘટના બની છે.આજરોજ શુક્રવારે બપોરે અઢી વાગ્યાનાં અરસામાં તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં રામપુરાનાં 7 થી 8 પ્રવાસી યુવકો ડાંગ જિલ્લાનાં ખાતળ માછળી ગામ નજીક આવેલ મિલિંદ ધોધ ખાતે ફરવા માટે આવ્યા હતા.અહી યુવકો ગ્રુપમાં આવ્યા હોય જેથી મિલિંદ ધોધમાં ન્હાવા માટે કૂદી પડ્યા હતા.અહી ન્હાવા પડેલા કુલ 8 યુવકોમાંથી બે યુવકો ઊંડા પાણીમાં ગરક થઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક ગ્રામજનો અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.અને ડૂબી ગયેલ બન્ને યુવકોની શોધખોળ શરૂ કરવામાં હતી.આ ધોધમાં ડહોળુ પાણી હોવાથી અને ધોધમાં પાણીનો ઊંડો કુંડ હોય જેથી ડૂબી ગયેલ યુવાનોને શોધવા માટે ઘણી તકલીફ થઈ હતી.જેમાં વહીવટી તંત્રની ટીમ તથા સ્થાનિક તરવૈયાની ટીમે શોધખોળ હાથ ધરતા મોડી સાંજે ડૂબી ગયેલ યુવકોમાં મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉંમર 20 વર્ષ) અને નિહિતભાઈ નિતેશભાઈ ગામીત (ઉંમર 25 વર્ષ) છે.બન્ને રે.રામપુરા, તા. વ્યારા, જી. તાપીનાઓની લાશ શોધી કાઢવામાં સફળતા મળી હતી.હાલમાં ડાંગ પોલીસની ટીમે આ બન્ને યુવકોની લાશનો કબ્જો મેળવી પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.





