
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
આજ રોજ ઉમરેઠ સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમને અનુરૂપ રંગોળી હરીફાઈનુ આયોજન કરવામાં આવ્યું હતું.સરસ્વતી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ અલગ અલગ પ્રકારની ત્રિરંગા ના કેસરી,સફેદ અને લીલા રંગનો ઉપયોગ કરીને સુંદર રંગોળી બનાવી હતી.આ કાર્યક્રમમાં ઉમરેઠ મામલતદાર નિમેષ પારેખે પણ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા કરેલ રંગોળી નિહાળી નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.





