
તસ્વીર: કુંજન પાટણવાડીયા

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જી.પી. સંતોષ અને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા બાદ આજે ઉમરેઠ નગરપાલિકા માટેના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પક્ષ દ્વારા કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે સક્ષમ અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
જાહેર થયેલી યાદી મુજબ, વિવિધ વોર્ડમાં પક્ષે મહિલાઓ અને પુરુષોનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. વોર્ડ નંબર ૧ થી ૭ માં દરેક વોર્ડ દીઠ ૪ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં પટેલ, દરજી, સોલંકી, શેખ, વ્હોરા, કારીગર, પુવાર, લોઈ, રાણા, શેલત, શુક્લ, તળપદા, દલવાડી, શાહ, ભીલ, ચૌહાણ અને મલેક જેવા વિવિધ સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે.
આ જાહેરાત સાથે જ ઉમરેઠમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપે વિકાસના મુદ્દે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. ઉમેદવારોના નામ જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે આગામી દિવસોમાં પ્રચાર કાર્ય વધુ વેગવંત બનશે. નગરપાલિકાના તમામ વોર્ડમાં જીત મેળવવા માટે પક્ષ દ્વારા અત્યારથી જ વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.





