
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ઉમરેઠ તાલુકાના ઘોરા ગામે ડુંગરીપુરા વિસ્તારમાં રહેતા એક શખ્સને તેના મકાનની નજીકમાં છુપાવેલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી વિદેશી દારૂ આપનાર સહિત બંને વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરેઠ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ઉમરેઠ તાલુકાના ઘોરા ગામે ડુંગરીપુરા વિસ્તારમાં રહેતો ધવલ અભેસિંહ વસાવા પોતાના ઘરે બહારથી વિદેશી દારૂ લાવી તેનું વેચાણ કરે છે. અને હાલમાં તેણે પોતાના ઘરની નજીકમાં વિદેશી દારૂ છુપાવેલ છે.
ઉમરેઠ પોલીસના માણસોએ ઘોરા ગામે બાતમી મુજબ ના સ્થળે છાપો મારી ધવલ અભેસિંહ વસાવાને તેના ઘરની નજીકમાં છુપાવેલ રૂપિયા ૬,૫૦૦ની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા વિદેશી દારૂ ઠાસરા તાલુકાના સીમલજ ગામે રહેતા મહેશ રમેશભાઈ વાઘેલા પાસેથી લાવ્યાની કબુલાત કરતા બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.





