ANANDGUJARATUMRETH

બાળકોની જાતીય સતામણીના ગુનામાં સુરેલી પ્રાથમિક શાળાના શિક્ષકની ઉમરેઠ પોલીસે ધરપકડ કરી

તસ્વીર: કુંજન પાટણવાડીયા

બાળકોની જાતીય સતામણીના ગુનામાં આણંદ જીલ્લા પોલીસની લાલ આંખ: ગણતરીના કલાકોમાં આરોપી ઝબ્બે
જિલ્લામાં બાળકો વિરુદ્ધ થતા જાતીય ગુનાઓ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસોમાં કડક કાર્યવાહી કરવાની. ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જાતીય સતામણીના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે.ઉમરેઠ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.બુલાન તથા પી.એસ.આઈ. એમ.યુ. મહારાજ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર ૧૧૨૧૫૦૩૫૨૬૦૦૬૨/૨૦૨૬ મુજબ, આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૭૫(૨), ૨૯૬(બી) તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી
પોલીસ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપી વિરમભાઇ સોમાભાઇ દેસાઇ (રહે. છભૌ, તલાવ ટેકરી, તા. બાયડ, જી. અરવલ્લી) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ ઓપરેશનમાં ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એચ. બુલાન, પી.એસ.આઈ. એમ.યુ. મહારાજ, એ.એસ.આઈ. ફારૂકમીયા,HC વિજયસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ અને શાંતીભાઇએ સરાહનીય ભૂમિકા ભજવી હતી.પોલીસની આ ત્વરિત કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ભોગ બનનાર પક્ષને ન્યાય મળવાની આશા બંધાઈ છે.

Back to top button
error: Content is protected !!