પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ગતરોજ બપોરના આશરે સાડા ચારેક વાગ્યાના સુમારે ઉમરેઠ રાવળવાસમાં રહેતો પાર્થ રાજુભાઇ રાવળે એક યુવતીને તેની મમ્મી બોલાવે છે તેમ કહી પોતાની એક્ટીવા ઉપર પાછળ બેસાડી પાર્થ રાવલ પોતાના ઘરે લઈ જઈ યુવતી ની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.સમગ્ર બનાવ સંદર્ભે તાત્કાલીક ધોરણે આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણી તથા જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક આણંદ ના માર્ગદર્શન હેઠળ તાત્કાલીક ધોરણે એસ.એચ.બુલાન પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે યુવતીને રુબરુ બોલાવી તેની સાથે બનેલ ઘટના સાંભળી ગુનાની ગંભીરતા સમજીને ફરીયાદીની નામજોગ આરોપી પાર્થ રાવળ વિરુધ્ધ બી.એન.એસ.કલમ ૬૪ મુજબની ફરીયાદ લઈ આરોપી પાર્થ રાવળની શોધખોળ કરી આરોપીને ગણતરીના કલ્લાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.