ANANDGUJARATUMRETH

ઉમરેઠ પોલીસ દ્વારા બેચરી ગામેથી દસ જુગારીઓ ૬,૧૦૦/- રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

તસ્વીર: કુંજન પાટણવાડીયા

ઉમરેઠ પોલીસ સ્ટેશને પોલીસકર્મીઓ કમલેશકુમાર વિરાભાઈ, વિજયસિંહ નાથુભા, રજનીભાઈ પ્રદિપભાઈ, ઝૈનુલઆબેદ્દીન સૌક્તઅલી, ધીરૂભાઈ તોગાભાઈ ફરજ ઉપર હાજર હતા તે દરમ્યાન કમલેશકુમાર વિરાભાઈને મળેલી બાતમીના આધારે બેચરી ગામે રેઇડ કરતા બેચરી ગામની દૂધની ડેરીની બાજુમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે દસ જેટલા ઈસમો કુંડાળું વળીને બેસીને પત્તાપાના નો જુગાર રમતા ઝડપાયા હતા. આ દસેય ઈસમોને ઝડપી લઈ પૂછપરછ કરતા (૧) હિતેષકુમાર રમેશભાઈ સોલંકી, (૨) વિક્રમભાઈ રમેશભાઈ સોલંકી, (૩) કિંજલભાઈ રમણભાઈ પટેલ, (૪) ધનજીભાઈ ચંદુભાઈ સોલંકી, (૫) દિપકકુમાર પ્રતાપભાઈ સોલંકી, (૬) પ્રફુલકુમાર કીરીટભાઈ સોલંકી, (૭) મહેશભાઈ રમણભાઈ ભોઈ (૮) મોન્ટુ રંગીતભાઈ સોલંકી, (૯) પીન્ટુ રંગીતભાઈ સોલંકી (૧૦) અમૃતભાઈ ગણપતભાઈ ચાવડા હોવાનું જાણવા મળ્યું હતુ. ઝડપાયેલા દસ ઈસમો ની અંગઝડતી તથા દાવ ઉપરથી મળીને કુલ ૬,૧૦૦/- રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઉમરેઠ પોલીસે દસ ઇસમોની ધરપકડ કરી જુગાર ધારા ક્લમ ૧૨ મુજબ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!