
જૂનાગઢ જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લા જમીન દફતર નિરીક્ષકની કચેરી (D.I.L.R.) જૂનાગઢ ખાતે તદન હંગામી ધોરણે માનદ વેતનથી ભરતીના હેતુસર ખાલી પડેલી લાઈસન્સી સર્વેયરની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા હોય, આઈ.ટી.આઈ. સર્વેયર, ડિપ્લોમા ઈન સીવિલ કે બી.ઈ. ઈન સિવિલની શૈક્ષણિક લાયકાત હોય, ઓટો કેડ કે કમ્પ્યુટરના જાણકાર રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ખાતે આગામી તારીખ ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે રોજગાર ભરતી મેળાનું કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર ઉપરોક્ત જણાવેલ ભરતી મેળાના સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલિફોન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




