મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરુચ ખાતે ૭૯માં સ્વતંત્રદિનની ઉજવણી કરાઈ




સમીર પટેલ, ભરૂચ
મુન્શી(મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, દહેજ બાય પાસ રોડ, ભરુચ સંચાલિત શાળા/કોલેજના વિદ્યાસંકુલમાં ૭૯માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુન્શી(મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટોર ઇનચાર્જ શ્રી સુફિયાન રશીદ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સૌ પ્રથમ સંસ્થાના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ સાહેબે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોએ સંસ્થાના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ સાહેબ, સી.ઇ.ઓ. સાહેબ, વહીવટી અધિકારી, જુદી-જુદી વિદ્યાશાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, શિક્ષિકા બહેનાઓ, વ્હાલા વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામને સ્વતંત્રદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં મુખ્ય મહેમાનએ દેશના ઘડવૈયાઓ તથા દેશની આજાદી માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલી આપી દેશ એકતા અને સાર્વભૌમત્વ તરફ પ્રગતિ કરી આગળ વધે અને સામાન્ય નાગરિક સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરવા પર ભાર મુકયો હતો. આ કાર્યક્રમ મોટી સંખ્યામાં સ્ટાફ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહેમાનોનો શાળા પરિવાર તરફથી આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે વી. સી.ટી. ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ઇબ્રાહિમભાઈ મનીયાર સાહેબ તરફથી કેક વહેંચવામાં આવ્યા હતા.



