ફૈઝ ખત્રી…શિનોર
આજે તારીખ 15/2/25 શનિવાર ના રોજ શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે “સ્પોર્ટ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ધોરણ ૧થી ૮ ના અને KG વિભાગ ના બાળકોએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ એન્જોય કરી હતી.
વાત કરીએ તો આ સ્પોર્ટ ડે પ્રોગ્રામમાં આપણી રમતો જે અત્યાર ના મોબાઈલ ના જમાનામાં બાળકો ભૂલી ગયા હોય એવી રમત સતોડિયું ,ચેન રેસ, દેડકા કુદ, કોથળા દોડ, ક્રિકેટ, ડક રેસ લીંબુ ચમચી,બુક બેલેન્સ, સંગીત ખુરશી,વગેરે રમતો શ્રવણ સંસ્કાર વિદ્યાલય સ્ટાફ દ્વારા રમાડવામાં આવી હતી.
આ રમતો રમી શ્રવણ સંસ્કાર વિદ્યાલય ના બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વાત કરીએ તો સાધલી ની શ્રવણ સંસ્કાર વિદ્યાલય માં વિધાર્થીઓ ને શિક્ષણ સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય એવી શ્રવણ સંસ્કાર પરિવાર દ્વારા કાળજી રાખવામાં આવતી હોય છે.