ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કાકરાપાર દ્વારા ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી “સખી સ્વાવલંબન યોજના – સેનેટરી પેડ બનાવવાની તાલીમ અને સ્વરોજગાર ઉપલબ્ધતા” કાર્યક્રમનું આયોજન સુબીર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો તેમજ તેમને સ્વરોજગારની તક પૂરી પાડવાનો છે. કાર્યક્રમમાં સખી મંડળની બહેનોને સેનેટરી પેડ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે સેનેટરી પેડ બનાવવાના મશીન અને વિતરણ માટે વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને ઉત્પાદન પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ, પેકેજિંગ તેમજ માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતું. તેમજ તાલીમ પૂર્ણ થયા બાદ મહિલાઓને મશીન તથા જરૂરી કાચામાલની વ્યવસ્થા કરીને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં પણ આવશે. કાર્યક્રમમાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કાકરાપારના સાઈટ ડાયરેક્ટર સંજયકુમાર માલવીયા ખાસ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા મહિલાઓનું સશક્તિકરણ અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી આર્થિક વિકાસ સાધશે. આ પ્રકારની તાલીમ દ્વારા મહિલાઓ માત્ર પોતાને જ નહીં પરંતુ પોતાના પરિવાર અને સમાજના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે. આ પ્રસંગે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કાકરાપારના સી.એસ.આર. ચેરમેન અશોકકુમાર સાહુ, પ્રોજેકટ કો.ઓડીનેટર શોનિયા ત્યાગી અને કુ.પ્રિયા ગુપ્તા, અને રોજગાર અધિકારી – આહવા-ડાંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN