Halvad:હળવદ નજીક મોડી રાત્રે ખાનગી લક્ઝરી બસ નડયો અકસ્માત:૯ મુસાફરોને ઈજા
Halvad:હળવદ નજીક મોડી રાત્રે ખાનગી લક્ઝરી બસ નડયો અકસ્માત:૯ મુસાફરોને ઈજા
વિશાલ જયસ્વાલ હળવદ
હળવદ નજીક ગઈ મોડીરાત્રે ૫૬ લોકોને ભરીને જતી ખાનગી બસ પલટી અડાલજ અને ગાંધીનગરથી ધાર્મિક સ્થળ પર ફરવા જતા ૫૬ લોકોની લક્ઝરી બસની નડ્યો અકસ્માત ગાંધીનગરથી ભુજ જતી ખાનગી બસને નડ્યો અકસ્માત ડ્રાઇવર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ

પ્રાથમિક માહિતી અનુસાર, બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ પલ્ટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 મુસાફરોને જેમાં(1)પટેલ રાજેશભાઈ
(2) દીનાબેન (3) બાજાજી સોમાજી (4) શારદાબેન
(5)બાબુભાઈ (6) રહિબેન (7)મંગુબેન શિવાજી (8) હુલીબેન (9) મનજીબેન પ્રતાપભાઈ ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ખાનગી બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું ઇજાગ્રસ્તો પાસેથી જાણવા મળ્યું છે. હાલ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી વધુ વિગતો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.







