શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત દાહોદ જીલ્લાની વિવિધ શાળાઓમાં આંગણવાડી તેમજ ધોરણ-૧ ના નાનકડાં ભૂલકાઓએ ભરી પા પા પગલી
AJAY SANSIJune 27, 2025Last Updated: June 27, 2025
2 1 minute read
તા.૨૭.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત દાહોદ જીલ્લાની વિવિધ શાળાઓમાં આંગણવાડી તેમજ ધોરણ-૧ ના નાનકડાં ભૂલકાઓએ ભરી પા પા પગલી
ગુજરાત સરકારના “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ના સ્લોગન સાથે ઉજવવામાં આવી રહ્યો છે.જેમાં શિક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા અને બાળકોમાં શાળા પ્રત્યે ઉત્સાહ જગાડવાનો મુખ્ય હેતુ છે. શિક્ષણ દ્વારા જ આપણે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ છીએ. વાલીઓ પોતાના બાળકોના શિક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવે અને શાળા સાથે સતત સંપર્કમાં રહે તે ખુબ જ જરૂરી છે.આ નિમિતે ઉપસ્થિત મહાનુભાવો તેમજ મહેમાનોના વરદ હસ્તે નામાંકિત બાળકોને ચોકલેટ, શૈક્ષણિક કીટ, પુસ્તકોનું વિતરણ કરી તેમણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાઓમાં શ્રેષ્ઠ દેખવા કરનાર બાળકોને પ્રોત્સાહન આપવા માટે સન્માન પત્ર આપીને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ ના કાર્યક્રમ દરમ્યાન દાહોદ જિલ્લાની આજના રૂટ મુજબની શાળાઓમાં યોજાયો. જેમાં પદાધિકારીઓ , સચિવઓ, ઉચ્ચ અધિકારીઓ, ગામના સરપંચશ્રી, તાલુકા અને જિલ્લા સભ્ય CRC, આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેમજ શાળાના બાળકો, આચાર્ય અને શિક્ષક ગણ તેમજ ગામજનો હાજર રહ્યા. ૩ વર્ષ પૂર્ણ કરેલ આંગણવાડીના ભૂલકાઓ, ૫ વર્ષ પૂર્ણ કરેલ બાલવાટિકાના અને ધોરણ -૧ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને મહાનુભાવોના હસ્તે ચિત્રપોથી, રમત ગમત ભાગ- ૧ ની કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો. આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ સેલ્ફી પોઇન્ટ તેમજ સેલ્ફી કટઆઉટ દ્વારા ફોટા પડાવી બાળકોને ઉત્સાહભેર આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો.પ્રવેશ મેળવનાર તમામ બાળકોને નિયમિતપણે આંગણવાડી કેન્દ્રમાં તેમજ શાળામાં આવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમજ આંગણવાડી કેન્દ્રના વિવિધ યોજનાઓ વિશે ગામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં MMY યોજના અને THR યોજના અંતર્ગત લાભાર્થીઓને સ્ટોકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવા સાથે શાળા પરિસરની મુલાકાત લઈને એસ.એમ.સી.ની બેઠક યોજી શાળા અંગેની વિગતો જાણવામાં આવી હતી
«
Prev
1
/
81
Next
»
ટંકારા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન,મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદારને આવેદન આપવા આવ્યા
સસ્તા અનાજ ના દુકાનદારો એક સાથે રાજીનામાં આપશે, બીજા દિવસની મંત્રણા પણ નિષ્ફળ : પ્રહલાદ મોદી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેઘદૂત સિનેમા પાસે ગો.માસ ઝડપાયો
«
Prev
1
/
81
Next
»
AJAY SANSIJune 27, 2025Last Updated: June 27, 2025