BANASKANTHAGUJARAT

ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતી દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું

ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતી દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું

ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતી દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું

શિહોરી ખાતે તા. ૨૨/૦૮/૨૦૨૫ ને શુક્રવારે બપોરે કામધેનુ કોમ્પલેક્ષ ખાતે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગુજરાતઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના તારકભાઈ ઠાકોર ગાંધીનગર, રાઠોડ વાસ સરપંચ રંગુજી રાઠોડ,સવપુરા સરપંચ મુકેશ ગોયલ,આકોલી સરપંચપતિ ડી. કે.ઠાકોર,રતનપુરા (શિ.) સરપંચ પતિ અરવિંદજી ગોહિલ,થરા શહેર પ્રમુખ વદનજી,લલિતજી વાઘેલા,તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હમીરજી ઠાકોર,દિનેશજી ઠાકોર,અમરતજી ઠાકોર, વાલજીજી ઠાકોરની ઉપસ્થિતિ માં ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ માટેની મુહિમ ચાલવામાં ચલાવવામાં આવી હતી તેના સમર્થનમાં કાંકરેજ ઠાકોર સમાજ દ્વારા શિહોરી ખાતે રેલી યોજી કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર વિજયભાઈ ચૌધરીને ઓબીસી વર્ગીકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમાં ઉપસ્થિત ઓબીસી વર્ગીકરણ સ્મિતાના તારકભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ઓબીસી વર્ગીકરણ એ બંધારણીય હક છે બીજા રાજ્યોમાં લાગુ છે તે પ્રમાણે ગુજરાતમાં પણઓબીસી વર્ગીકરણ કરવું જોઈએ તેના લીધે કેટલી જ્ઞાતિના લોકો અનામતના લાભથી વંચિત રહી જાય છે અને વર્ગીકરણ કરવાની અમારી માંગ છે,તો આ અંગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે ઓબીસી વર્ગીકરણ એ કોઈ જ્ઞાતિ જોડેથી હક પડાવી લેવા માટે ની લડાઈ નથી પરંતુ જે હક છે તે માટેની લડાઈ છે અને તેના માટે અમે ઓબીસી વર્ગીકરણ આંદોલનને સમર્થન કરીએ છીએ તેના માટે ભલે લડાઈ લડવી પડે અમે તૈયાર છીએ આ મિટિંગમાં ઠાકોર સમાજના સામાજિક આગેવાનો તમામ સામાજિક સંગઠનોના હોદેદારો શિક્ષિત લોકો વડીલો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!