
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લામાં ૧૦૦ દિવસ ટીબી ઝુંમ્બેશ અંતર્ગત માન વિભાગીય નાયબ નિયામક સાહેબ ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચુઅલ માધ્યમથી મીટીગ યોજાઈ.
તા. ૦૧/૦૧/૨૦૨૫ બુધવાર ના રોજ ૪:૦૦ કલાકે માન વિભાગીય નાયબ નિયામક સાહેબ ગાંધીનગરની અધ્યક્ષતામાં માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અરવલ્લી ,અધિક્ષક સા.આ.કેંદ્ર મેડીકલ ઓફિસર,તાલુકા હેલ્થ ઓફિસર,પીએચસી અને યુએચસી મે.ઓ.ની વર્ચુઅલ માધ્યમથી મીટીગ યોજાઈ. મીટીંગમાં NTEP પ્રોગામનું રીવ્યુ તેમજ જીલ્લાના ટીબીના તમામ દર્દીઓની નવી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે અમલવારી કરવા જણાવેલ. માન. સાહેબએ નીચે મુજબનું જરૂરી માર્ગદર્શન આપેલ.
TB Treatment Protocol weekly follow upમાં ફોલોઅપની ચર્ચા રાજય કક્ષાના મે.ઓ. એસ.ટી.ડી.સી. ધ્વારા સેન્સીટાઇઝ કર્યા. ર્ડા મયુર મે.ઓ. એસ.ટી.ડીસી ધ્વારા TB Treatment Protocol weekly follow up અંગે ટ્રેનીગ આપી. TB Treatment Protocol weekly follow up, તારીખ પ્રમાણે ફોલોઅપ,૧૦૦ દિવસની ટીબી કેમ્પેનની કામગીરીના રીપોર્ટીંગ,એકસ-રે નાટ અને માઇકોસ્કોપીમાં ડેટા એન્ટ્રીમાં વિસંગતતા હોય તો તેને ફીઝીકલ રજીસ્ટર સાથે ચેક કરી સુધારવા, સાથે દરેક પ્રોગામની પોર્ટલ એન્ટ્રીમાં કોઇ વિસંગતતા ના રહે તે અંગે ખાસ ધ્યાન રાખવા માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ધ્વારા જણાવેલ.
વધુમાં ૧૦૦ દિવસની નાટ લેબોરેટરી ટેકનીશીયન શીફટ ડ્યુટી,MMU વાન તથા પોઝીટીવ રેશિયો વિશે ચર્ચા કરવામાં આવી,માન.વિભાગીય નાયબ નિયામક સાહેબશ્રી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી,જીલ્લા ક્ષય અધિકારી-અરવલ્લી, ધ્વારા એન.ટી.ઇ.પી. ના તમામ લક્ષ્યાંકો સિધ્ધ થાય તે માટે તમામને સુચના આપવામાં આવી.





