વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,કડી
સર્વ વિધાલય કેળવણી મંડળ કડી સંચાલિત એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડીના સંયુક્ત ઉપક્રમે તાલીમાર્થીઓમાં વાંચન વિકાસ માટે તા.૧૦-૦૩-૨૫ ના રોજ વાંચન પ્રેરણા દિવસની ઉજવણી કરવામાં આવી. તાલીમાર્થીઓ દ્વારા વાંચનથી થતા ફાયદા જેવા કે તણાવમુક્ત જિંદગી,જ્ઞાન અને સંસ્કારમાં વૃધ્ધિ,સમયનો સદઉપયોગ,મૂલ્ય સંક્રમણ વગેરે પાસાઓ વિશે રજૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડો.ભાવિક એમ.શાહ સાહેબ સૂરજબા કોલેજના(HOD) ડૉ.જગદીશ એસ.પટેલ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને વાંચન અંગે પ્રેરણા પૂરી પાડી હતી આ સમગ્ર કાર્યક્રમ ડૉ.ભાવિક એમ.શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ કલ્પના બી.દવે અને રાજેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.