GUJARATPANCHMAHALSHEHERA

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત શહેરા નગરપાલિકા વિસ્તારમાં શેરી નાટક દ્વારા સ્વચ્છતા અર્થે લોકોને જાગૃત કરાયા

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્વચ્છતા જળવાય અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી શેરી નાટકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ જે જી સ્કૂલ, શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલ, પોલીસ ચોકી વિસ્તાર, હુસેની ચોક તેમજ નગરપાલિકાના અન્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ અર્થે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોને સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. શહેરા નગરપાલિકા રાજ્યની તેમજ દેશની નગરપાલિકાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રેસર આવે તેના માટે ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નગરજનોને સ્વચ્છતા જાળવવા તેમજ નગરપાલિકાને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!