ડાંગ: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ ડાંગના બીજા રૂ.૩૮૮૯.૬૦ લાખના દસ જેટલા માર્ગોના કામો માટે જોબ નંબર ફાળવાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
* પ્રજાજનોની લાગણી અને માંગણી મુજબના માર્ગો મંજુર કરવા બદલ ડાંગના પ્રજાજનો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય વિજયભાઈ પટેલ….
આહવા:તા. 19 જુલાઈ :-ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગો અને પુલોની જરૂરિયાતને ધ્યાને લેતા ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ફળદાયી રજુઆતનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિસાદ આપતા ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૫/૨૬મા બીજા રૂ. ૩૮૮૯.૬૦ લાખના દસ જેટલા માર્ગોના કામોના જોબ નંબર ફાળવ્યા છે. વિજયભાઈ પટેલે પ્રજાજનોની લાગણી અને માંગણી મુજબના ખૂબ જ જરૂરિયાતના આ માર્ગો મંજુર કરવા બદલ ડાંગના પ્રજાજનો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે. જે માર્ગોને જોબ નંબર ફાળવવામાં આવ્યા છે તેમાં (૧) ભવાનદગડ-ધૂળચોંડ-આમસરવલણ રોડ, (૨) હિંદળા-ધુડા રોડ, (૩) ચીકટિયા થી ગાઢવી રોડ, (૪) કાકડવિહિર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, (૫) ચિખલદા વી.એ રોડ, (૬) બારીપાડા-રાનપાડા-ભાપખલ રોડ, (૭) કસાડબારી-દહેર-ઉગા રોડ, (૮) ખાતળ-માછળી રોડ, (૯) ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ, અને (૧૦) ગીરમાળ થી ગિરાધોધ રોડનો સમાવેશ થાય છે.



