તા.૦૫.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના બોરડી સરકારી ગામે ખેડુતોને આપવામાં આવી પ્રાકૃતિક ખેતીની તાલીમ
દાહોદમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોએ ગામના ખેડુતમિત્રોને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપી હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા જળ, જમીન, પાક, વાતાવરણની સાથોસાથ આપણા સ્વાસ્થ્ય માટે થતા અઢળક ફાયદાઓ જણાવીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મુક્યો હતો. પ્રાકૃતિક ખેતીમાં દરેક રૂતૂમાં શાકભાજી તેમજ અનાજની સાથોસાથ ફળફળાદીના પાક પણ કરી શકાય છે. જેમાં કોઈપણ પ્રકારના બાહ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ પાકનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. ખેડુતોને કુદરતી ખાતર દવા જેવા કે જીવામૃત ઘનજીવામૃત કઈ રીતે બનાવી શકાય એ વિશે વિગતે સમજ આપી હતી