
અરવલ્લી
અહેવાલ
મેઘરજ : N.D.P.S. એક્ટ હેઠળ ગાંધીનગરના ચિલોડા પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુન્હાનો ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારનો આરોપી ઝડપાયો
ગાંધીનગર જિલ્લાના ચીલોડા પોલીસ સ્ટેશનના N.D.P.S. એક્ટ હેઠળના એક નાસતા ફરતા આરોપીને આખરે ઇસરી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી પોલીસને ગૂંગાટ આપતો આરોપી **જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઈ સુવેરા (ઉ.વ. ૨૨, નિવાસી ઝેરીયાવાડા, તા. મેઘરજ, જી. અરવલ્લી)*ને ઇસરી પોલીસ સ્ટેશનની ટીમે રેલ્લાવાડા માર્ગ પરથી પકડી પાડ્યો છે.
ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર જી.કે.વહુનીયા,પોલીસ સબ ઈન્સપેક્ટર એન.એમ. બામણીયા,તથા સ્ટાફના જવાનો અ.પો.કો. મુકેશભાઈ બબાભાઈ (બ.નં. ૭૩૮) અને સુધીરકુમાર બાબુભાઈ (બ.નં. ૭૩૦) ને ખાનગી સૂત્રો મારફતે જાણકારી મળી હતી કે આરોપી જીગ્નેશ સુવેરા પોતાના ગામ ઝેરીયાવાડા થી રેલ્લાવાડા તરફ જઇ રહ્યો છે.પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો હતો. ચીલોડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. 11216006250006/2025 હેઠળ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(II)(બી), 29 મુજબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે.આરોપીની ધરપકડ બાદ તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1)(જે) મુજબ કાયદેસર અટકમાં લઇ ચીલોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓને કબ્જાની જાણ કરી દેવામાં આવી છે.ઇસરી પોલીસની આ તત્પર કામગીરીને કારણે છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો આરોપી કાયદાની પકડમાં આવ્યો છે, જે પોલીસ તંત્ર માટે મોટી સફળતા ગણાય છે





