ખાનપુર તાલુકામાં નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલસીડ્સ યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

ખાનપુર તાલુકામાં નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલસીડ્સ યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
***
અમીન કોઠારી મહીસાગર…
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર તાલુકા પંચાયત કચેરી મીટીંગ હોલ ખાતે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલસીડ્સ (NMEO) યોજના અંતર્ગત ખેડૂતો માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેલીબિયાં પાકોના ઉત્પાદન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે જ્ઞાન આપવાનો હતો.
જેમાં ટેકનિકલ સપોર્ટ એજન્સી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના ડૉ. કનકલત્તા અને ડૉ. જયપાલસિંહ જાદવ, મદદનીશ ખેતી નિયામક શ્રી મહેશભાઈ દેસાઈ વિસ્તરણ અધિકારી શ્રી જગદીશભાઈ શર્મા, ગુજકોમાસોલ ડેપોના વેલ્યુ ચેઈન પાર્ટનર શ્રીમતી જયાબેન પટેલ, શ્રી નિલેશભાઈ, અને ગ્રામસેવકો હાજર રહ્યા હતા. આ તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન, ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ભારત સરકાર અને રાજ્ય સરકારની કૃષિ સંબંધિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સોયાબીન પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે પણ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું.a



