BANASKANTHAGUJARATPALANPUR
બનાસકાંઠામાં અધિકારીશ્રીઓ-કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું
14 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતા વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું હતું. આજરોજ કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે કલેક્ટરશ્રી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ સહિતના કુલ ૧૪૦ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ પોતાના હેલ્થનું ચેકઅપ કરાવ્યું હતું.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં પણ આજે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના આરોગ્યની તપાસ હાથ ધરી હતી. જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, વજન, ઊંચાઈ, BMI ચેકઅપ કરાયું હતું. બનાસ મેડિકલ કોલેજ દ્વારા લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરાયો હતો.