DAHODGARBADAGUJARAT

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ વિવિધ કાર્યો ના રૂપિયા 26 કરોડના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા

તા.૦૮.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જિલ્લાના ૫૦૨- ગામોનું ગામદીઠ આયોજન મંજુર થયેલ હતા જેના ભાગ રૂપે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ વિવિધ કાર્યો ના રૂપિયા 26 કરોડના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા

ભારત સરકારની પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જીલ્લાના દાહોદ, ગરબાડા, ધાનપુર તાલુકાના વિવિધ ગામોના મંજુર થયેલ રસ્તાના કામોની વહીવટી મંજૂરી સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ ને આપવામાં આવેલ છે જે અંતર્ગત સંબંધિત ગ્રામ પંચાયતો ને વર્ક ઓર્ડર આપવાનો કાર્યક્રમ આજ રોજ ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે રાખવામાં આવેલ હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ,લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર, વિશેષ ઉપસ્થિતિ કરણસિંહ એસ. ડામોર પ્રમુખ જીલ્લા પંચાયત, દાહોદળ,અને પ્રેરક ઉપસ્થિતિ કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય દાહોદ તથા મહેન્દ્રભાઈ આર. ભાભોર ધારાસભ્ય ગરબાડા વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના વરદ હસ્તે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ દાહોદ જિલ્લાની ૪૯૦ – આંગણવાડી કેંન્દ્રો, ૨૫૩-ગામોમાં, સામુહિક આરોગ્ય કેંદ્રો ખાતે રિપેરિંગ, ૨૦- ગામોમાં આદિજાતિ પશુપાલકોને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે, આદિજાતિ બાળકોને શિક્ષણ હેતુથી ૧૪- પ્રાથમિક શાળા ખાતે નવીન ક્લાસરૂમના બાંધકામ કરવા માટે દાહોદ જિલ્લામાં કુલ 332 ગામોમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના હેઠળ આજે પાંચવાડામાં 26 કરોડ રૂપિયાના કામોનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ નું સફળ આયોજન દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!