GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રાજકોટ અને જસદણ તાલુકાના રૂ. ૧૩ લાખથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

તા.૧૭/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેની બેઠક ગત તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રાજકોટ જિલ્લાના કુલ રૂ.૬૧,૫૬,૫૭૭ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેમાં રાજકોટ તાલુકાના હલેન્ડા ગામમાં રૂ. ૩૦,૨૨૭ના ખર્ચે હયાત સંપ પર પંપીંગ મશીનરી સાથે એસેસરીઝ અને સરધાર ગામમાં રૂ. ૩૪,૦૩૨ના ખર્ચે નવો બોર શારકામ, જસદણ તાલુકાના વડોદ ગામમાં રૂ.૮૮,૪૬૮ ખર્ચે નવા સંપ પર પંપીંગ મશીનરી સાથે એસેસરીઝ, બળઘોઈ ગામમાં રૂ.૪,૯૬,૪૪૭ના ખર્ચે અને આટકોટ ગામ ખાતે રૂ.૪,૯૬,૪૪૭ના ખર્ચે નવો બોર અને બોર પર પંપીંગ મશીનરી સાથે એસેસરીઝ, આઘીયા ગામ ખાતે રૂ.૧,૯૦,૧૦૦ ખર્ચે હયાત કુવામાંથી ગાળ કાઢવા એમ રાજકોટ અને જસદણ તાલુકામાં કુલ રૂ.૧૩,૩૫,૭૨૧ના ખર્ચે આગામી દિવસોમાં કામગીરી થશે, તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!