GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રાજકોટ અને જસદણ તાલુકાના રૂ. ૮.૫૦ લાખથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

તા.૩૦/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેની બેઠક ગત તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રાજકોટ જિલ્લાના કુલ રૂ.૬૧,૫૬,૫૭૭ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેમાં ઉપલેટા તાલુકાના વડેખણ ગામમાં રૂ. ૬૭,૮૨૦ના ખર્ચે હયાત સંપ પર પંપીંગ મશીનરી સાથે એસેસરીઝ અને ખીરસરા ગામમાં રૂ. ૭,૯૮,૬૭૩ના ખર્ચે મેઈન પાઈપલાઈન અને વિતરણ પાઈપલાઈન મળી ઉપલેટા તાલુકામાં કુલ રૂ.૮,૬૬,૪૯૩ના ખર્ચે આગામી દિવસોમાં કામગીરી થશે, તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની યાદીમાં જણાવાયું છે.



