તા.૨૨.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:મહીસાગર જિલ્લાના કલેકટર દ્વારા કરાયેલ અભદ્ધ ટિપ્પળીને લઈ દાહોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી એ ડીવીઝન પોલીસ મઠકે FIR કરવા રજુઆત કરાઈ
આજરોજ તા.૨૨.૧૧.૨૦૨૪ ના શુક્રવાર ૧૨.૦૦ કલાકે વાત કરીયેતો થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામા અમે એક વીડીયો વાયરલ થયો હતો.જેમાં મહીસાગર જિલ્લાના કલેકટર નેહા કુમારી દુબે જયારે જાહેર સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદાની રૂપે હાજર હતા ત્યારે ત્યાં પોતાની રજુઆત લઈને આવેલા પરમાર વિજયકુમાર ગલાભાઈ નામના દલિત યુવાન વચ્ચે લોકોની સમક્ષ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી આઈ.એ.એસ. નેહા કુમારીએ એમના સાથી કર્મચારીઓ અને અન્ય નાગરિકો સાંભળી શકે એ રીતે જાહેરમાં સ્થળ ઉપર અનુ.જાતિમાંથી આવતા અરજદારને અભદ ભાષાપ્રયોગ કરીને બધાની વચ્ચે લોકો જોઈ શકે,સાંભળી શકે એ રીતે જાહેરમાં ડરાવવા-ધમકાવવા. હડધૂત કરવા અને સૌની હાજરીમાં તેમનું ગૌરવ હણાય એવા ઈરાદે ” હરામી સાલા, ચપ્પલ ખોલ કે મારને જૈસા હૈ, મેરી તો પેશન્સ હી ખતમ કર દેતે હૈ યે લોગ ” જેવા શબ્દોથી જાહેરમાં અપમાનિત કરેલ છે.આટલેથી ન અટક્તા વકીલો માટે પણ ” કામ ધામ કુછ હૈ નહીં, પઢાઈ લીખાઈ કુછ હૈ નહી, ખાલી વકિલી મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતે હૈ ” જેવા શબ્દોનો પ્રયોગ પણ કરતા જોવા મળે છે. અને એમ કરીને સમગ્ર વકીલ આલમનું પણ અપમાન કરતા આજરોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા મહીસાગર જિલ્લાના કલેકટર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે દાહોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી દાહોદ એ ડીવિઝન પોલીસ મઠકે જઈ મહીસાગર જિલ્લાના કલેકટર સામે FIR કરવા રજુઆત કરાઈ