BHUJGUJARATKUTCH

SVEEP અંતર્ગત નરા પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ અંગે પ્રવૃત્તિ કરવામાં આવી .

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ.-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી.-ભુજ કચ્છ

ભુજ,તા-08 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે લખપત તાલુકાની નરા પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી.નવતર પ્રવૃત્તિના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલી તથા શાળામાં રંગોળી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા વગેરે પ્રવૃત્તિ મતદાનની ટકાવારી વધે તે ઉદ્દેશ્યથી છાત્રો દ્વારા કરવામાં આવી હતી.  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચ્છ અને SVEEP નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ તાલુકા કક્ષાની ટીમો કામગીરી સંભાળી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!