“તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે.વિસ્તારના નાગરિકોના ખોવાઇ તથા ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન નંગ -૧૫ તથા એક લેપટોપ જેની કુલ કિ.રુ ૨,૭૫,૫૦૦/- ની છે તે તમામ મોબાઇલ ફોન અને લેપટોપ શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ
"તેરા તુજકો અર્પણ " કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે.વિસ્તારના નાગરિકોના ખોવાઇ તથા ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન નંગ -૧૫ તથા એક લેપટોપ જેની કુલ કિ.રુ ૨,૭૫,૫૦૦/- ની છે તે તમામ મોબાઇલ ફોન અને લેપટોપ શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ ઝાંઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.આર.ઓડેદરા સાહેબનાઓના એ ખોવાયેલ મોબાઇલ સહિતની કિંમતી વસ્તુઓ ટેકનોલોજી તથા પોલીસ સંસાધનોનો ઉપયોગ કરી ત્વરિત શોધી પરત કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિસાવદર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રોહીતકુમાર સાહેબનાઓના આગેવાનીમા મેંદરડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી.સી.સરવૈયા સાહેબ નાઓની ટીમ દ્વારા મેંદરડા પો.સ્ટે વિસ્તારમાં નાગરિકોના ખોવાઇ ગયેલ તથા ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલનો ઉયયોગ કરી ટ્રેક કરી કુલ ૧૫ મોબાઇલ ફોન તથા એક લેપટોપ શોધી કાઢેલ છે.આ ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન નંગ-૧૫ તથા એક લેપટોપ જેની કિંમત રૂ.૪૭૦૦૦ મળીને કુલ્લે કિંમત રૂ.૨,૭૫,૫૦૦/- થાય છે. મેંદરડા પો.સ્ટે ખાતે “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અને “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” કાર્યક્રમનુ આયોજન કરી પ્રબુધ્ધ નાગરીકો અને આગેવાનોની હાજરીમાં આ તમામ મોબાઇલ ફોન તથા લેપટોપ તેના મુળ માલીકોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.ચાલુ વર્ષ દરમિયાન મેદરડા પોલીસ દ્વારા કુલ રૂપીયા ૧૩ લાખની કિંમતના ૭૦ જેટલા મોબાઇલ ફોન નાગરીકોને પરત આપવામાં આવ્યા છે.તેમજ હજુ પણ અન્ય મોબાઇલ શોધવાની કામગીરી ચાલુ છે.આ કામગીરી મેંદરડા પો.સ્ટે ના પો.ઇન્સ.પી.સી.સરવૈયા સાહેબ તથા એસ.ડી સોંદરવા,ડી.બી.પરમાર તથા રાકેશસિંહ બી. દયાતર વગેરે સ્ટાફ દ્વારા સાથે મળી કરવામા આવેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






