DAHODGUJARAT

દાહોદ જીલ્લામાં’ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત ‘ અભિયાન હેઠળ તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પેઈન

તા.૧૫.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જીલ્લામાં’ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત ‘ અભિયાન હેઠળ તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પેઈન

૨૬૫૨૭૨૧ વસ્તી ની અંદર ટીબી સર્વે કરવામાં આવશે દાહોદ જીલ્લામાં’ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત’ અભિયાન તા.૧૬.૦૧.૨૦૨૫ થી તા.૩૧.૦૧.૨૦૨૫ સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પે- ઈન કરવા બાબત.માનનીય વડાપ્રધાન દ્વારા ભારત દેશને ૨૦૨૫ સુધીમાં ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે આ હેતુને સિદ્ધ કરવા માટે ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્ર- મણની કડી તોડવામાં આવે તો ટીબી નિર્મૂલનનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે ટીબી નિર્મૂલનની કામગીરીમાં વેગ લાવવા માટે દાહોદ જીલ્લાના તમામ ગામના કુલ ૩.૯૩ લાખ ઘર ની અંદર સર્વે કરવામાં આવશે તા .૧૬.૦૧.૨૦૨૫ થી તા.૩૧.૦૧.૨૦૨૫ સુધી ‘ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કામગીરી કરવાનુ નક્કી કરવામાં આવેલ છે તો આપના વિસ્તાર માં આવેલ આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો યોગ્ય માહિતી આપીને શંકાસ્પદ ટીબી ના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢી કુટુંબ, ગામ અને તાલુકાને ટીબી મુકત કરીએ

Back to top button
error: Content is protected !!