
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ-વાલિયા અને ઝગડિયા તાલુકાના વિવિધ અંતરિયાળ વિસ્તારમાં પંચાયત સિંચાઇ વિભાગ ભરૂચ દ્વારા ઉદવહન સિંચાઈ યોજના હેઠળ ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ત્રણ તાલુકાના ૧૬ ગામની ૩૫૦ થી પણ વધારે હેક્ટર અંદાજીત ૬ કરોડ થી પણ વધારે ની લાગત થી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.જે યોજનનું આજરોજ ધારાસભ્ય રિતેશ વસાવાનાં વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેઓએ આ પ્રસંગે આ યોજનાથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે અને તેમની આવકમાં વધારો થશે તેમ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં તમાંમ ખેડૂતોએ ધારાસભ્ય રિતેશ વસાવાનો દિલથી આભાર વ્યક્ત કર્યો.આ કાર્યક્રમમાં ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા અન્ય ચુંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા.



