GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:આરટીઓ કચેરીના વાહન પર અજાણ્યા તત્વોએ હુમલો કર્યો,પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૯.૨૦૨૫

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર કંજરી ચોકડી પાસે શુક્રવારે રાત્રીના અગ્યાર વાગ્યાના સમયે ફરજ પર હાજર ગોધરા આરટીઓ ઇન્સ્પેક્ટર ને નંબર વગર ની કર માં આવેલ અજાણ્યા ત્રણ ઈસમોએ હવે ફરી દેખાયા તો તમને લોકોને જીવતા નહિ છોડીએ તેમ કહી સરકારી વાહન ની તોડફોડ કરી પોલીસ સામે પડકાર ફેંકી ભાગી છૂટયા ના બનાવમાં ગોધરા આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ ના આધારે તપાસ હાથધરી છે.પંચમહાલ જિલ્લાના ગોધરા ના વસંતવિહાર સોસાયટીમાં રહેતા અને છેલ્લા સાત વર્ષ થી આરટીઓ ગોધરા કચેરી ખાતે મોટર વાહન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભગદેવસિંહ ચાવડા એ હાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ માં જાણવાયું હતું કે ગત શુક્રવાર ના રોજ બપોર ના ચાર વાગ્યા થી રાત્રીના બાર વાગ્યા ની ડ્યુટીમાં સાથી કર્મચારી ડ્રાઇવર મુકેશભાઈ બામણીયા સાથે ફરજ પર હાજર હતા.અને હાલોલ ટોલનાકા પાસે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન રાત્રીના અગ્યાર વાગ્યા ના સમયગાળા દરમ્યાન જ્યોતિ સર્કલ પાસેથી એક નંબર વગર ની સ્વિફ્ટ કાર આવી તેમની ગાડી પાસે ઉભી રાખી ગાડી બેઠેલ ઈસમે તેમને બોલાવી માં બેન સામેની ગાળો આપી જણાવેલ કે અહીંથી જતા રહો તેમ કહી ગાડી ગોધરા તરફ હંકારી મુકતા તેઓ એ પોતાની પાસે રાખેલ સરકારી ગાડી થી તેનો પીછો કર્યો હતો,કંજરી રોડ ચોકડી પાસે તે ગાડી એ સરકારી વાહન રોકી નંબર વગર ની સ્વિફ્ટ કાર માંથી ત્રણ ઈસમો લાકડીઓ લઇ નીચે ઉતારી સરકારી વાહન ના આગળ નો તેજ સાઈડ પર નો કાચ અને સાઈડ ગ્લાસ તોડી કાઢી ગાડીના બોઈનેટ ઉપર લાકડીઓ પછાડી નુકશાન કરી ત્રણેવ ઈસમો એ જણાવ્યું હતું કે એક હવે ફરી દેખાયા તો તમને લોકોને જીવતા નહિ છોડીએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા તે સમયે સરકારી કર્મચારીઓ પણ ગભરાઈ ગયા હતા.ત્યારબાદ તે લોકો ગાડી લઇ ગોધરા તરફ ભાગી છૂટ્યા હતા.બનાવ ને પગલે આરટીઓ ઇન્સ્પેક્ટરને જાણ થી મારી નાખવાની ધમકી અને સરકારી વાહન ની તોડફોડ કરી રૂ 30000/- નું નુકશાન કર્યા હોવાની ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!