GUJARATIDARSABARKANTHA

ઇડર આંગણવાડી કાર્યકર બહેનોએ મકાનભાડા સહિત ખાધ્ય ખોરાકના બિલો ન ચૂકવતાં આવેદનપત્ર પાઠવ્યું…

સાબરકાંઠા…

ઇડર આંગણવાડી કાર્યકર બહેનોએ મકાનભાડા સહિત ખાધ્ય ખોરાકના બિલો ન ચૂકવતાં આવેદનપત્ર પાઠવ્યું…

રાજ્ય સરકાર કહે છે- કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે સરકારનો મક્કમ નિર્ધાર

 

રાજ્ય સરકારના દાવા મુજબ હવે સરકારે, કુપોષણ મુકત ગુજરાતના નિર્માણ તરફ લક્ષ્ય સેવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં પ્રતિવર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીએ પોષણ માહ-2024નો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જેના ભાગરૂપે, પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બાળકોને પૂરતું પોષણ પૂરું પાડવા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના યોજના કાર્યરત કરાઈ છે. જેમાં રો-રાશન સાથે વધારાનું પ્રોટીન અપાય છે. કાર્યક્રમોની અસરકારકતા વધારી છેવાડાના વર્ગો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા સરકારે આયોજન કર્યું છે. પરંતુ સાબરકાંઠાના ઇડર તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનોને છેલ્લા કેટલાક મહિના ઓથી ગરમ મસાલા, ફ્રૂટ, ઇન્સેટીવ, કન્ટીજન્સી, મંગળ દિવસની ઉજવણી, મકાનભાડા, રજીસ્ટર, ગેસ રિફિલ, સહિતના બિલો કેટલાંક સમયથી મંજૂર ન થતા આંગણવાડી કાર્યકર બહેનો સ્વખર્ચે આંગણવાડી ચલાવવા મજબુર બની છે. રાજ્ય સરકાર આંગણવાડી કેન્દ્રોમાં વિવિદ્ય બિલો મંજૂર ન કરાતા કાર્યકર બહેનો મુજવણમાં મુકાઈ છે. ફરજ બજાવતી ગરીબ મધ્યમ વર્ગની મહિલા કર્મચારીઓ-આંગણવાડી કાર્યકર સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં વિવિદ્ય બિલો મંજૂર ન કરતા આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પૂરતો ખોરાક કેવી રીતે આપવો તેની સમસ્યામાં મુકાઇ છે બહેનોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર થકી સરકાર રજૂઆત કરી છે. હાલના સમયે આંગણવાડી કાર્યકર બહેનોની હાલત કફોડી બની છે. ત્યારે આવનાર સમયમાં સરકાર દ્વારા કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તે મહત્વનું બની રહેશે….

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!