GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર ની પ્રશંસનીય કામગીરી.મધ્યરાત્રીએ છાપો મારી ગેરકાયદેસર રેતી ભરી જતા બે હાઇવા ઝડપી પાડયા

 

તારીખ ૨૫/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવારને મંગળવારના રોજ રાત્રિના એક કલાકે બાતમી મળેલ કે કાલોલ તાલુકાના સગનપુરા ખાતેથી પાસ પરમિટ વગર રેતી ભરીને બે હાઈવા સેવાલિયા તરફ જનાર છે જે આધારે મામલતદાર એ પોતાના ક્લાર્ક ઉત્તમસિંહ તેમજ ડ્રાઈવર સાથે સરકારી વાહનમાં દેલોલ ચોકડી પાસેથી વોચ ગોઠવી બે હાઇવા ગેરકાયદેસર રેતી ભરીને જતા ઝડપી પાડ્યા હતા બન્ને વાહનો ના ચાલક રાકેશભાઈ બી મુદવાડા અને રાજદીપ નટવરસિંહ પરમાર અને વાહન માલિક વિજયભાઈ બારીયા હોવાનું જાણવા મળેલ રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વાહનો મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાલોલ મામલતદાર દ્વારા પ્રશંસનીય કામગીરી કરતા રાત્રી દરમિયાન ખનીજ વહન કરતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!