GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ખરસાલીયા-ડેરોલ સ્ટેશન વચ્ચે જમ્મુ તાવી એક્ષપ્રેસ ટ્રેન નીચે પડતુ મુકી અજાણી મહિલાનો આપધાત.
તારીખ ૨૬/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
બુધવારે સવારે ૧૦ કલાક પહેલા કોઇ પણ સમયે ખરસાલીયા- ડેરોલ સ્ટેશન વચ્ચે કી.મી નં ૪૫૭/૨૦૨૩-૨૧ વચ્ચે અપ રેલ્વે લાઈનની બાજુમાં સિગ્નલ બહાર તા કાલોલ ખાતે એક ૪૦ થી ૪૫ વર્ષ ની અજાણી મહિલાએ ટ્રેન નં ૧૨૪૭૨ જમ્મુ તાવી એક્ષપ્રેસ ટ્રેન ની આગળ પડતુ મુકી આપધાત કરતા માથુ કપાઈ છુંદાઈ જતા સ્થળ ઉપર જ મરણ પામેલ જેની ગોઘરા રેલ્વે પોલીસ સ્ટેશનના એએસઆઈ અમિતભાઈ રતનભાઇ દ્વારા વેજલપુર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે બી એન એસ કલમ ૧૯૪ મુજબ નોધ કરી આગળની તપાસ શરૂ કરી છે.