GUJARAT

મહિલા હેલ્પલાઇન-અભયમની અવિરત સેવાઓ

**રાજસ્થાનથી રાજકોટ આવી ગયેલ યુવતીનું અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી પરિજનોને કરી જાણ**
**ભૂલા પડેલા બહેનને પરિજનો લેવા આવે ત્યાં સુધી સુરક્ષિત આશ્રય અપાવતી181 અભયમ ટીમ**

**રાજસ્થાન ના ભૂલા પડેલ પીડિતાના પરિજનોને અભયમ ટીમે આપી જાણકારી**

એક સજજન વ્યક્તિ નો 181મહિલા હેલ્પલાઇન પર ફોન આવેલ જેમાં તેમણે જણાવેલ એક બહેન મળી આવેલ હોવા થી બહેન ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી ને મદદ માંગેલ…
સજજન વ્યક્તિ નો કોલ આવતા ની સાથે 181 ટીમ બહેન ની મદદ માટે રવાના થયેલ…

જેમાં સ્થળ પર પહોંચી ને સજજન વ્યક્તિ સાથે વાતચીત કરી સમસ્યા જાણેલ જેમાં સજજન વ્યક્તિ એ જણાવેલ એક બહેન છેલ્લાં ૪ દિવસ થી રોડ પર બેસેલ હોય , અને રડતા હોય, વ્યક્તિ એ જણાવેલ બહેન ગભરાયેલા છે જેમાં ત્રાહિત વ્યક્તિ એ બહેન ને પાણી પીવડાવેલ અને ત્યાર બાદ બહેન ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરેલ…

જેમાં 181 ટીમના કાઉન્સેલર શીતલ સરવૈયાએ  તેમજ મહિલા પો.કો. શીલ્પાબેનએ સ્થળ પર બહેન ને આશ્વાશન આપેલ અને બહેન સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ મૂળ રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લા ના રહેવાશી હોય, અને તેમના લગ્ન ને ૧૫ વર્ષ થયેલ હોય, એને સંતાન મા ૨ બાળકો હોય , અને બહેન ને ભૂલવાની બીમારી હોય, ઘણાં સમય થી પતી સાથે ઝગડાઓ ચાલતા હોય આથી કંટાળીને તેઓ ઘરે થી નીકળી ગયેલ હોય, અને ભૂલ થી રાજકોટ પહોંચી ગયેલ હોય , પોતાનાં ઘરનું સરનામું વ્યવસ્થિત યાદ ન હોય, તથા કોઈનો મોબાઇલ નંબર પણ યાદ ના હોય, અને તેમની પાસે પૈસા પણ ના હોય, આથી છેલ્લાં ૪ દિવસ થી તેઓ રૉડ પર ભટકતા હોય, અને ઘર નું સરનામું પણ યાદ ન હોય, ત્યાર બાદ ૧૮૧ ટીમ એ રાજસ્થાન પોલીસ સાથે સંપર્ક સાધી, બહેન ના ઘરના વિસ્તાર ની જાણકારી મેળવી, અને તેમના વિસ્તારના ચોકી ઇન્ચાર્જ સાથે ટેલિફોનની સંકલન કરી, બહેન ના પતી નો સંપર્ક કર્યો, ત્યારબાદ તેમને બનાવ ની ચર્ચા કરી, તેથી બહેન ના પતી તેમને લેવા માટે રાજસ્થાન થી નીકળી ગયેલ હોય , તેથી બહેન ના સુરક્ષિત આશ્રય ની વ્યવસ્થા માટે તેમને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય અપાવ્યો હોય, બહેનને સલાહ સૂચનોને માર્ગદર્શન આપેલ હોય તથા ત્યાં જરૂર જણાયે ૧૧૨ હેલ્પ લાઇન પર ફોન કરવા જણાવેલ, બહેન ને સુરક્ષિત આશ્રય અપાવેલ તથા તેમના પરિવાર નો સંપર્ક કરાવવા બદલ બહેન તથા તેમના પરિવારજનોએ ૧૮૧ ટીમ નો આભાર વ્યક્ત કરેલ…..

Back to top button
error: Content is protected !!