GUJARATJUNAGADH

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય,ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમીનાર યોજાયો:

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય,ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમીનાર યોજાયો:

ટેકનિકલ સત્રમાં ભારત અને આફ્રિકામાં સિંહ સંરક્ષણ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય,સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન અને વર્તમાન પડકારો અને નીતિવિષયક બાબતો, સંરક્ષણના પાસાઓ –સમુદાયો ની ભૂમિકાઓ, સિંહોના રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા સહિતની બાબતે તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો વિશ્વ સિંહ દિવસ ના બીજા દિવસે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં રાજ્યના પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઇ બેરા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમીનારના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. સિહોની આ પ્રજાતિનું અસ્તિત્વ બચાવવા માટે આપણે આપણા પ્રયાસોને વધુ આગળ વધારવા પડશે તેમના પ્રાકૃતિક આવાસોની રક્ષા કરવી પડશે અને સ્થાનિક સમુદાય, સરકાર અને વૈશ્વિક સ્તરે માર્ગદર્શન મેળવી તેના ભવિષ્ય અને સુરક્ષિત બનાવી શકાશે.તા.૧૦ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત આફ્રિકામાં વર્ષ ૨૦૧૩માં થઈ હતી અને ભારતમાં તેને ૨૦૧૬ થી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ માત્ર એક દિવસ નથી પરંતુ એક વિચારધારા છે. જે વન્ય જીવ સૃષ્ટિ અને માનવીય ઉચ્ચ અભિગમનું સંગમ છે.તેમણે ઉમેર્યુ હતુ કે, વિશ્વના ઐતિહાસિક તથ્યો પર નજર કરીએ તો જાણવા મળે છે કે સિંહની પ્રજાતિ લુપ્ત થવાના માર્ગ પર હતી. અને તેમનું સંરક્ષણ અને સંવર્ધન આ ક્ષેત્રના વિદ્વાનો માટે ચિંતાનો વિષય બન્યો હતો. આવા સમયે સિંહની પ્રજાતિમાંના એશિયાઈ સિંહોએ ભારત દેશના ગુજરાત રાજ્યના ગીર જંગલને પોતાનું ઘર બનાવ્યું હતું. ૧૯૯૦ માં કરવામાં આવેલી સિંહોની ગણતરી અનુસાર આ વિસ્તારમાં સિંહોની સંખ્યા ૨૮૪ હતી. જ્યારે આજે ૨૦૨૫ ની ગણતરી મુજબ સિંહોની સંખ્યા વધીને ૮૯૧ થઈ છે. જે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે.તેમણે કહ્યુ હતુ કે, આજે યોજાયેલ આ સિંહ સંવર્ધનના આંતરરાષ્ટ્રીય સેમીનારમાં તજજ્ઞોના વિચાર, વિમર્શ, સંવાદ અને પ્રતિનિધિઓની ચર્ચા પરથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સિંહોના સંરક્ષણ માટે આ વિચારવાનો અભિગમ અને વિચારવાનું આદાન-પ્રદાન અમને પ્રેરણા અને દિશા નિર્દેશ આપશે.મંત્રી શ્રી એ જણાવ્યુ હતુ કે,મને કહેતા ગર્વ અનુભવાય છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે જ તા.૩ માર્ચે નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફની સાતમી બેઠકને આજ સભા ગૃહમાં અધ્યક્ષતા કરી હતી. અને વૈશ્વિક સ્તરે આપણે આ સંદર્ભમાં શું કરી શકીએ અને કેવી રીતે આગળ વધી શકીએ અંગે વિચાર વિમર્શ કર્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગુડ પ્રેક્ટિસ ફોર ધી લોંગ ટર્મ કન્ઝર્વેશન ઓફ એશીયાટીક લાયનસ ઇન ગુજરાત અને ગ્રોંઈંગ ટુગેધર હાઈલાઈટિંગ હાર્મોની ઓફ કન્ઝર્વેશન એન્ડ કોમ્યુનિટી પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધી કન્ઝર્વેશન સક્સેસ સ્ટોરી ઓફ એશિયાટિક લાયન્સ ની ડોક્યુમેન્ટરી સૌ કોઈએ નિહાળી હતી.સેમિનારના આરંભે રાજ્યના મુખ્ય વન સંરક્ષક ડો.એ.પી.સિંઘે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આ આંતરરાષ્ટ્રીય સેમીનાર ના હેતુ અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાઇન્સના ડાયરેક્ટર જનરલ શ્રી એસ.પી યાદવ,ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી સંજીવ કુમાર યાદવ પ્રસંગિક ઉદબોદન કર્યું હતું.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય,ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સિંહ સંવર્ધનના આંતરરાષ્ટ્રીય સેમીનારમાં સાંસદ શ્રી પરિમલ નથવાણી, અગ્ર મુખ્ય વનસંરક્ષક,ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત રાજયના ડો.જયપાલસિંહ, વન્યપ્રાણી વર્તુળ વન સંરક્ષક જૂનાગઢ ડો.રામ રતન નાલા, સાસણગીર ડીસીએફ ડો.મોહનરામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ દેશના ૧૬૦થી વધુ ડેલિગેટ્સ,એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્ઘાટન સમારોહ બાદ ટેકનિકલ સત્રમાં ભારત અને આફ્રિકામાં સિંહ સરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય,સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન અને વર્તમાન પડકારો અને નીતિવિષયક બાબતો અંગે વિમર્શ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા સત્રમાં લેન્ડસ્કેપ સ્તરીય સંરક્ષણના પાસાઓ અને સમુદાયની ભૂમિકાઓ, સિંહોના રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા, વન્યજીવો માટેની ચિકિત્સા પદ્ધતિઓ ,ગેરકાયદે વન્યજીવનના વેપાર પર રોક અને સંરક્ષણમાં સમુદાયોની ભાગીદારી અંગે નિષ્ણાંતો અને સહભાગીતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ.

Back to top button
error: Content is protected !!