ANANDANAND CITY / TALUKOGUJARAT

ચારૂસેટ યુનિવર્સિટીના ૨૭૯૪ છાત્રોને ડિગ્રી એનાયત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ

ચારૂસેટ યુનિવર્સિટીના ૨૭૯૪ છાત્રોને ડિગ્રી એનાયત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ

 

તાહિર મેમણ- આણંદ-13/01/2025 – ચારૂસેટ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે યુવાનોને સ્પષ્ટ ઉદ્દેશ – લક્ષ્ય નક્કી કરી તેના ઉપર દ્રઢ મનોબળ સાથે આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉદ્દેશ વગરનું જીવન ક્યારેય સાચી સફળતા પ્રાપ્ત કરી શકતું નથી. વ્યક્તિએ પોતાની કારકિર્દી સાથે સાથે સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપવાનો સંકલ્પ લેવો જોઈએ.

ભારત હાલમાં અમૃતકાળના સમયગાળામાં પ્રવેશી ચૂક્યું છે. વર્ષ 2014માં 11મા ક્રમે રહેલું ભારતીય અર્થતંત્ર આજે વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું છે તેમ જણાવી શ્રી અમિત શાહે 2027 સુધીમાં ભારતીય અર્થતંત્ર ત્રીજા ક્રમે પહોંચવાનો મજબૂત આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, મેન્યુફેક્ચરિંગ, મોબાઇલ ઉત્પાદન, ઓટોમોબાઇલ, દૂધ ઉત્પાદન, સ્પેસ, ગ્રીન એનર્જી, ડિફેન્સ અને સેમીકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં ભારતે છેલ્લા દાયકામાં ઐતિહાસિક પ્રગતિ કરી છે, જેના કારણે યુવાનો માટે અપાર સંભાવનાઓ સર્જાઈ છે.

અમિતભાઇ શાહ અને અન્ય મહાનુભાવોના હસ્તે ચારૂસેટ યુનિવર્સિટીના 2794 છાત્રોને ડિગ્રી, 42 વિદ્યાર્થીઓને 45 ગોલ્ડ મેડલ અને 38 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી સહિત સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે મંત્રી શ્રી અમિતભાઇ શાહે પદવીધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પદવીદાન સમારોહના પ્રારંભે ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે સમારોહને ખુલ્લો મુકયો હતો. પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે સંસ્થાનો પરિચય આપી સૌને આવકાર્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, ધારાસભ્ય અને ચારુસેટ હોસ્પિટલના પ્રમુખ વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, માતૃ સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ, રજીસ્ટ્રાર ડો. બિનિત પટેલ, ડો. એમ સી પટેલ, ચારુસેટ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!