GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે કેન્દ્રીયમંત્રી સી.આર.પાટિલે સીમળ ગામમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલાકાત લીધી…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળ ગામ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વરા વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વોટર રિએક્ટર (Percolation pit) સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલકાત કેન્દ્રીય જળ શક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા લેવામાં આવી હતી. આ મુલકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ,જલાલપોર ધારાસભ્યશ્રી આર સી પટેલ , જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા  હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ  (Percolation pit) સ્ટ્રક્ચરની ટેકનીકલ વિગતની જાણકારી સંબંધિત ટેકનીકલ કર્મચારી પાસેથી મેળવી નવસારી જિલ્લાના અન્ય ગામોમાં પણ આને વધુ અસરકારક રીતે અમલીકરણ કરી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્રના  અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!