કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ગણદેવી તાલુકાના વણગામમાં વોટર રિએક્ટર સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલકાત લીધી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી/તા.૮,નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામ ગ્રામ પંચાયત ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર તથા જનભાગીદારીના માધ્યમથી સ્ટોર્મ વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વોટર રિએક્ટર (Percolation pit) સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલકાત કેન્દ્રીય જળ શક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા લેવામાં આવી હતી. આ મુલકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ , ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ , જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા અને ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ હાજર રહ્યા હતા.
• સ્ટોર્મ વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વોટર રિએક્ટર (Percolation pit)સ્ટ્રક્ચર પ્રકલ્પ શું છે ?
પાણીની અછત ને પહોંચી વળવા અને ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે કુવાઓનું પુનર્જીવન અને પાણીસંગ્રહ એ મહત્વપૂર્ણ તકનીકો છે. આ વોટર રિએક્ટર (Percolation pit) સ્ટ્રક્ચરને રીનોવેશન ઓફ વેલ એન્ડ અપગ્રેડીંગ ઓફ એકઝીસ્તિંગ સ્ટ્રક્ચર પ્રોજક્ટ હેઠળ આવરી લેવામાં આવેલ છે . જે અનુસાર કુવાઓના પુનર્જીવન માં જૂના અથવા બંધ થઈ ગયેલા કુવાઓની સફાઈ, ઊંડાણ અને પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે,જેથી કુવાની પાણીની ઉપજ અને રિચાર્જ ક્ષમતામાં સુધારો થઇ શકે.
માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામ ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાઈબલ સબ પ્લાન યોજના અંતર્ગત જૂના, બંધ થઈ ગયેલ હયાત કુવાનું નવીનીકરણ કરી પુનર્જીવન કરી સાથે સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું અંદાજિત ૩,૦૩,૦૦૦/-(ત્રણ લાખ ત્રણ હજાર રૂપિયા) નું કામ કરવામાં આવ્યું છે .
જે કામ માં હયાત કુવા ના અંદર – બહાર ના ઝાડી ઝાંખરા, વેલા વિગેરે દૂર કરી ,જુની તીરાડો પડી ગયેલી કુવાની દીવાલોમાં ઈંટ નું ચણતર કરી પ્લાસ્ટર કરવામાં આવ્યું ત્યારબાદ પાણી માંથી ગંદકી- કચરો બહાર કાઢી કુવા ને ઊંઝવાની પ્રક્રિયા કરવામાં આવી જેથી દુષિત તેમજ બંધિયાર પાણી ને બહાર કાઢી શકાય તેમજ નવા પાણીથી કુવા ને રિચાર્જ કરી કુવા ને પુનઃજીવિત કરવામાં આવ્યો .
વધુ માં કુવાની નજીક (૧૫*૧૩*૧૨) ફુટ નો ખાડો કરી તેમાં ૪(ચાર) નવા બોર કરી ખાડામાં રબલ પથ્થર નું પેકિંગ કરી ફિલ્ટર મીડિયા બનાવી વોટર રિએક્ટર (પર્કોલેશન પીટ) બનાવવામાં આવ્યું જેમાં વિશાળ જથ્થા માં પાણીનો સંગ્રહ કરી શકાય તેમજ કુવાની બાજુમાં આવેલ જૂના,બંધ તથા હયાત બોરવેલ ને કુવા પર બનાવેલ શેડ ઉપર વરસતા વરસાદી પાણીને પાઇપ દ્વારા બોર માં ઉતારી રિચાર્જ કરી શકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી . આ કામથી આશરે આસપાસના ૧૮૦૦૦ (અઢાર હજાર) સ્ક્વેર મીટર કેચમેન્ટ વિસ્તારમાંથી અંદાજિત ૧૨૦૦૦૦૦૦ (એક કરોડ વીસ લાખ) લીટર વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ કરી કાંઠાના પીવાલાયક પાણીથી અછતગ્રસ્ત વિસ્તારમાં ભૂગર્ભજળ નું સ્તર ઊંચું આવશે તથા ગ્રામજનોને સ્વાસ્થ્યકારક તેમજ ગુણવત્તાયુક્ત પીવાના પાણીની સુવિધા મળશે જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં વિટામીન બી-૧૨ તથા કેલ્શિયમની ઉણપ અટકાવી શકાય છે .





