GUJARATKARJANVADODARA

કરજણના લાકોદરાની પ્લેઝર ઇન્ડિયા કંપનીની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી

મેક ઈન ઈન્ડિયાને મળી સફળતા, દુનિયાની જટીલ ટ્રેક મેઈન્ટેનન્સની મશીનરી ભારતમાં બનેછેઃ અશ્વિની વૈષ્ણવ

નરેશપરમાર, કરજણ –

કરજણના લાકોદરાની પ્લેઝર ઇન્ડિયા કંપનીની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી

મેક ઈન ઈન્ડિયાને મળી સફળતા, દુનિયાની જટીલ ટ્રેક મેઈન્ટેનન્સની મશીનરી ભારતમાં બનેછેઃ અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેઓ ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો. તે પહેલા તેઓ વડોદરા પાસે આવેલા કરજણ તાલુકાના લાકોદરાની પ્લેઝર ઇન્ડિયા કંપનીમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કંપનીની અલગ અલગ પ્રકારની મશીનરીની કામગીરી વિશે માહિતી મેળવી હતી. કંપની દ્વારા મશીનરી વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવતી હોવાના કારણે ભારતીય યુવાનો માટે દેશ-વિદેશમાં નોકરીની તકો ખુલશે, તેવો વિશ્વાસ તેમણે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. બંને ગતિશક્તિ યુનિ.ના દિક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો. તે પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ વડોદરાના સેંકડો કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. સાથે જ વડોદરાની સ્વચ્છતાના વખાણ કર્યા છે. તો બીજી તરફ કેન્દ્રિય રેલ મંત્રી લાકોદરા સ્થિત કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રેલવે યુનિ.માં નવા કોર્ષનો ઉમેરો કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં મેક ઈન ઇન્ડિયા ઝુંબેશ શરૂ કર્યું હતું. જેમાં વડોદરા પાસે પ્લેઝર ફેક્ટરી છે, તે મહત્વપૂર્ણ છે. વર્ષ ૨૦૧૯માં ફેક્ટરી બની છે, જેમાં દુનિયાની જટીલ ટ્રેક મેઇન્ટેનન્સ માટેની મશીનરી અહિંયા બને છે. આ કંપની ઓસ્ટ્રેલીયાની છે. તેમનો સૌથી મોટો પ્લાન્ટ ભારતમાં છે. તેઓ એક્સપોર્ટ પણ કરે છે. થોડાક સમયમાં ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટીનાને મશીનરી એક્સપોર્ટ કરશે. પ્લાન્ટની સારી વાત એ છેકે, સ્કિલનું લેવલ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. આ પ્લાન્ટ ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય સાથે જોડાઈ રહ્યું છે. અહિંયાના મશીનની ડિઝાઈન, મેન્યુફેક્ચરીંગ, ટેસ્ટીંગનો કોર્ષ પણ ઉમેરવા જઈ રહ્યા છીએ જેનાથી ભારતના યુવાનો માટે રોજગારીની ભારત અને વિદેશોમાં અવસર ખુલશે.

Back to top button
error: Content is protected !!