ગાંજાના જથ્થામાં પકડાયેલ આરોપીના જામીન ના મંજૂર કરતી લુણાવાડા સેશન કોર્ટ

ગાંજાના જથ્થામાં પકડાયેલ આરોપીના જામીન ના મંજુર કરતી મહીસાગર સેશન કોર્ટ….
અમીન કોઠારી મહીસાગર
તા.૨૧/૭/૨૪ રવીવાર
મહીસાગર જિલ્લા નાં લુણાવાડા તાલુકાના ગામ. ચારી મુવાડાનુ ફળીયુ, ના દિલિપસિહ ઉર્ફે લાલાભાઈ નારણભાઈ પરમાર નાં રહેવાના મકાન માંથી પોલીસ ની તપાસ માં ગાંજો નો મોટો જથ્થો મલી આવતાં પોલીસે આરોપી દિલિપસિંહ પરમાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) તથા 20( બી) મુજબ નો ગુનો કોઠંબા પોલીસ મથકે નોધેલ ને આરોપી ની અટકાયત કરવામાં આવેલ.
હાલ આ આરોપી જયુડીશીયલ કસ્ટડીમાં હોઈ આરોપી દિલિપસિંહ પરમારે જામીન મુક્ત થવા માટે મહીસાગર જીલ્લા સેસન જજ ની કોટૅમા જામીન અરજી દાખલ કરતાં આ જામીન અરજી ની હીયરીગ મહીસાગર જિલ્લાના એડિશનલ સેશન્સ જજ જે.એન.વયાસ ની કોટૅમા થતાં કોર્ટે અરજદાર આરોપી નાં વકીલ ની દલીલો તથાં ફરીયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલ સર્જન ડામોર ની દલીલો સાંભળ્યા બાદ ગુનાની ગંભીરતા અને પકડાયેલ ગાંજા નો જથ્થો આરોપી નાં મકાન માંથી મળી આવેલ હોય પ્રથમ દશૅનિય કેસ જણાઈ આવતો હોય અરજદાર આરોપી દિલિપસિંહ પરમાર ની જામીન મુક્ત થવા માટે ની જામીન અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.



