સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત દ્વારકા ખાતે તાલુકાના તલાટી અને સરપંચશ્રી માટે તાલીમ યોજાઇ
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને SIRD સંસ્થા દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના-૨ અંતર્ગત દ્વારકા ખાતે દ્વારકા તાલુકાના તલાટી અને સરપંચશ્રીઓની એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામકક્ષાએ ઘન અને પ્રવાહી કચરા યોગ્ય, સુચારુ અને કાયમી નિકાલ કરવા અંગેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા અંગેનો હતો. લોકો સામૂહિક રીતે સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી બને અને જીવનમાં કાયમી ધોરણે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં સ્વૈચ્છિક રીતે કટિબધ્ધ બને તે માટે કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
SIRD ટ્રેનર શ્રી રીટાબા જાડેજા, રમજાનભાઈ નોઈડા, નજમાબેન જુણેજા દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
તાલીમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ તાલુકાના ગામોના સરપંચશ્રીઓ અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા