અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
માલપુરમાં અનોખી લક્ષ્મી પૂજા : દીકરીને માનવામાં આવી લક્ષ્મીનો અવતાર, ધનતેર નું અનોખું મહત્વ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં દીવાળી પર્વના પાવન પ્રસંગે એક અનોખી લક્ષ્મી પૂજા યોજાઈ હતી. સ્થાનિક દંપત્તિએ પરંપરાગત રીતે દેવી લક્ષ્મીની પ્રતિમા પૂજવાને બદલે પોતાની દીકરીને લક્ષ્મીનો અવતાર માની તેની પૂજા કરી હતી
દીકરી લક્ષ્મીનો અવતાર છે તે સૂત્રને સાર્થક કરતા દંપત્તિએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરી. પૂજાના સમયે દીકરીના ચરણો પંચામૃતથી પખાડવામાં આવ્યા હતા, બાદમાં કુમકુમ તિલક કરી આરતી ઉતારવામાં આવી હતી.પરંપરાને નવો અર્થ આપતા આ અનોખા લક્ષ્મી પૂજનમાં દંપત્તિએ દીકરીને ગુપ્તદાન આપી આશીર્વાદ લીધા હતા. સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક અને માનવતા વધારવા માટેનો આ પ્રયત્ન સૌ કોઈને પ્રેરણાદાયી બન્યો છે.સ્થાનિક લોકો અને સગાસંબંધીઓએ આ અનોખા લક્ષ્મી પૂજનને પ્રશંસા અર્પી હતી અને કહ્યું કે દીકરી ખરેખર ઘરની લક્ષ્મી છે, એ વાત આ દંપત્તિએ જીવંત કરી બતાવી છે.