
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
અદાણી પોર્ટસ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું અનોખુ આયોજન
શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર શિરાચા ખાતે અભૂતપૂર્વ ધાર્મિક-સામાજિક-પર્યાવરણલક્ષીઅને આરોગ્યલક્ષી મહોત્સવ
કચ્છની પાવન ભૂમિમાં, સર્વ પૂજનીય સાધુગણ, પરમ પવિત્ર સંતો, આદરણીય મહંતો તથા કૃપામયી માતાજીઓના દિવ્ય આશીર્વાદથીઅદાણી પોર્ટસ એન્ડ એસ. ઇ. ઝેડ. દ્વારાશ્રીમદ્ ભાગવત મહાપુરાણના પવિત્ર સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજનથઈ રહ્યું છે.આ સાત દિવસના દિવ્ય પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ, ભક્તિના રસમય પ્રસંગો અને મોક્ષના માર્ગનું ગહન તત્ત્વજ્ઞાન વરસશે.
અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ લિમિટેડ (APSEZ) દ્વારાસર્વજનહિતાય – સર્વજનસુખાયના હેતુસર કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત એક અભૂતપૂર્વ ધાર્મિક-સામાજિક-પર્યાવરણલક્ષીઅને આરોગ્યલક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી ૧૪ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાચા (તા. મુંદ્રા, જિ. કચ્છ) ખાતે સાત દિવસનો સંપૂર્ણ રીતે ૧૦૦% પ્લાસ્ટિક-મુક્ત શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે.
આ કથાનો શુભારંભ તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દીપ-પ્રાગટ્યથી શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્ય મંત્રી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ગુજરાત સરકાર,ધારાસભ્યશ્રી – અંજાર, અને શ્રી રક્ષિતભાઈ શાહ એકઝીક્યુટિવ ડાયરેકટર, અદાણી પોર્ટસ તેમજ સ્થાનિક આગેવાનોના હસ્તે તથા ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવશે.
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતાએ છે કે કચ્છ જિલ્લામાં સંભવતઃ પહેલી વખત કોઈ મોટા ઔદ્યોગિક સમૂહ દ્વારા આટલા વિશાળ સ્તરે ધર્મ, સેવા, પર્યાવરણઅને આરોગ્યને એકસાથે જોડીને એક અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવી રહ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકોજોડાશે.
કથાવક્તા તરીકે પ્રખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી (મોટા ભાડિયા વાળા) પ્રતિદિન સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવત કથાનો દિવ્ય રસપાન કરાવશે. દરરોજ બપોરેહજારો ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સપ્તાહની અન્ય મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
– સંપૂર્ણ પ્લાસ્ટિક-મુક્ત આયોજન: એક પણ પ્લાસ્ટિકની બોટલ, ગ્લાસ કે થાળીનો ઉપયોગ નહીં. ચા-પાણી માટે ખાસ માટીના કુલ્લડ અને જમવા માટે પરંપરાગત વાસણોનો ઉપયોગ.
– દરરોજ નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ: જનરલ ફિઝિશિયન અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સ્થળ પર જ હાજર રહેશે. દવાઓ, બ્લડ પ્રેશર-શુગર ચેકઅપ, આંખ-દાંતનીતથા અન્ય રોગોની તપાસની સુવિધા.
– ગૌસેવા: સાતેય દિવસ આસપાસના ગામોની સેંકડો ગાયો, પક્ષીઓને નિયમિત ઘાસચારો, દાણા અને પાણી પૂરું પાડવામાં આવશે.
– ૧૭ ડિસેમ્બરની સાંજે ભવ્ય લોકડાયરો: ગુજરાતના ત્રણ મહાકલાકારો – પદ્મશ્રી કિર્તીદાનભાઈ ગઢવી, યુવા લોકગાયક દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) અને હાસ્ય કલાકાર પિયૂષ મારાજ – એકસાથે એક જ મંચ પર. ડાયરા બાદ રાત્રે પણ વિશેષ મહાપ્રસાદ.
આ અદ્વિતીય મહોત્સવ ધર્મની સાથે સેવા, આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિનું જીવંત ઉદાહરણ બનશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




