GUJARATJUNAGADH

માંગરોળ વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ એકતા પદયાત્રા યોજાઈ સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી ની પ્રેરક ઉપસ્થિતિ

માંગરોળ વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ એકતા પદયાત્રા યોજાઈ સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી ની પ્રેરક ઉપસ્થિતિ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૮૯— માંગરોળ વિધાનસભાની યુનિટી માર્ચ એકતા પદયાત્રા માળીયા હાટીનાના અમરાપુર થી લાડુડી 10 કિલોમીટર સુધીની યોજાઈ હતી.આ પદયાત્રામાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણના યોગદાનને બિરદાવી ’રાષ્ટ્રીય એકતા’ ’આત્મનિર્ભર’ ભારતના સુત્રોચાર સાથે ઉત્સાહભેર યોજાઈ હતી.અમરાપુર થી લાડુડી સુધીની આ પદયાત્રાને ઠેર ઠેર ગ્રામજનો એ સ્વાગત કર્યું હતું. કાત્રાસા સહિતના ગામ લોકોએ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું કે ભારતની મજબૂત અખંડિતતા અને એક ભારતના સંકલ્પને સાકાર કરવા સરદાર વલ્લભભાઈ પટેલ નું મહત્વનું યોગદાન રહ્યું છે. આ યોગદાનને આપણે કાયમ માટે યાદ કરી આત્મનિર્ભર ભારત બનાવવા ના સંકલ્પમાં સહભાગી થઈએ. તેઓએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર મજબૂત બન્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સાકાર કરવામાં આવ્યા છે.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ, જિલ્લા પંચાયત સામાન્ય ન્યાય સમિતિના કારોબારી ચેરમેન, દંડક હીરાભાઈ સોલંકી, માંગરોળ નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, શહેર ભાજપ પ્રમુખ માંગરોળ નિલેશ સોમૈયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાનજીભાઈ યાદવ, જિલ્લા પંચાયત સભ્યો વરજાંગભાઈ કરમટા, વગેરે પદાધિકારી અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!