GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની નર્મદા કેનાલ ઉપર સામસામે બે બાઈક અથડાતા એકનુ મોત પાંચ ઈજાગ્રસ્ત

 

તારીખ ૧૪/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ ખાતે રહેતા લાલાભાઈ ચંદુભાઈ રાઠોડ પોતાના સાઢુ અને સાળી સાથે કુંપાડ ના મુવાડા ગામે તેરમાની વિધિમાં શનિવારે ગયા હતા અને ત્યાંથી સાંજે મોટરસાઇકલ ઉપર પરત આવતા હતા ત્યારે કાલોલ સમા પુલ થી કણેટીયા નર્મદા ગેટ ની વચ્ચે એક મોટર સાયકલ ચાલક જીજે ૩૫ એમ ૯૬૫૩ ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાલભાઈની મોટરસાયકલને અકસ્માત કરતા લાલાભાઈ ને માથામાં અને કાન પર ઈજાઓ થઈ હતી અને તેઓ મરણ પામ્યા હતા જયારે તેઓની પાછળ બેસેલ તેમજ અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક અને તેની પાછળ બેસેલ બે ઈસમો ને શરીરે નાની મોટી ઈજાઓ અને ફેક્ચર થયા હતા.ધટના સ્થળે કાલોલ પોલીસ પહોંચી હતી અને ઈજાગ્રસ્તો ને ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ મા અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે મૃતક લાલાભાઈ ઉ વ ૪૫ ની લાશ ને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મૃતક ના ભાઈ કંચનભાઈ ની ફરીયાદ આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ એલ એ પરમારે શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!