
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ભિલોડાના સુનોખ પંથકમાં કમોસમી વરસાદ, સતત વરસતા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા
અરવલ્લી જિલ્લામાં હજુ પણ કેટલાય વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને લઇને પણ વરસાદ વરસી રહ્યો છે. મેઘરજ શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો તો રાત્રિના સમયે ભિલોડા તાલુકાના સુનોખ પંથકમાં, ખીલોડા ગડાદર સહિત વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો હાલ જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદ ને લઈ ખેડૂતો ચિંતીત બન્યા છે. પાછલા દિવસોમાં પડેલા વરસાદને લઈ ખેડૂતો ને મસમોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જેમા કેટલાય ખેડૂતો ના મગફળી સહિત ના પાકો ખેતરમાં જ પલળી ગયા ને નુકશાન વેઠવાનો વાળો આવ્યો. ત્યારે હવે કમોસમી વરસાદને લઈ ખેડૂતો ના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે




