મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં “બાગેશ્વરધામ” તરીકે જાણીતા અર્ધનારેશ્વર નાગ જ્યોતિર્લિંગ બિલમાળ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ શુભ અવસરે હજારો ભાવિક ભક્તોની હાજરીથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ પ્રસંગે મઠાધિપતિ સંત પૂજ્ય અનેકરૂપી મહારાજના સાનિધ્યમાં અનેક નામી-અનામી મહાનુભાવો અને ભક્તોએ દીક્ષા ગ્રહણ કરી હતી.અનેકરૂપી મહારાજે સંસારિક જીવનના ઘડતરમાં ગુરુના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે માતા-પિતાની સેવા, શાસ્ત્રોનું વાંચન અને ગરીબોને મદદ કરવી એ જ સાચું ગુરુ પૂજન છે.ગુરુ પૂર્ણિમાના દિવસે મહારાજના હસ્તે ભક્તોએ તુલસીની માળા ધારણ કરીને તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા.આ પ્રસંગે ભક્તોએ ગુરુ દક્ષિણા રૂપે નારિયેળ, બીલીપત્ર, રુદ્રાક્ષ, અને પીપળાના વૃક્ષો અર્પણ કરીને પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો હતો.આ પ્રેરણાદાયી પહેલ દ્વારા ગુરુ-શિષ્યના ઋણનું અર્પણ કરવામાં આવ્યું હતુ.બિલમાળ ધામ ખાતે આવેલા ભક્તોએ સ્વચ્છતા જાળવવાની, વ્યસન મુક્તિ અપનાવવાની અને સદભાવના રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક શહેરોમાંથી હજારો ભક્તો બિલમાળ ધામ પહોંચ્યા હતા.ભક્તોએ ગુરુ પૂજન કરીને આસ્થાનું ભાથુ બાંધ્યુ હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના મુખ્ય કર્તાહર્તા શંકર બાબા, રમેશ બોરસ્તે, વિજુભાઈ, મોહનભાઈ, શેઠજી અને અન્ય સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી..
«
Prev
1
/
79
Next
»
જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા અંગે સાધુ સંતોની લોકોને વિનંતી
પરિક્રમાના રૂટમાં કાદવ કીચડ થતા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને ગિરનારની પરિક્રમા રદ કરવામાં આવી