Upleta: ઉપલેટાના વડાળી ગામમાં આયોજિત તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતા નાગરિકો : શહીદવીરને શ્રદ્ધાંજલિ અપાઈ

તા.૧૩/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Upleta: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામમાં ઉપલેટા-ધોરાજી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની અધ્યક્ષતામાં તાલુકાકક્ષાનો ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં શહીદવીર મહેશભાઈ સાગઠીયાનાં શહીદ સ્મારક પર ધ્વજવંદન કરાયું હતું અને શહીદને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ શહીદ સ્મારકથી વડાળી પ્રાથમિક શાળા સુધી આયોજિત તિરંગા યાત્રામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ રાષ્ટ્ર પ્રત્યે ફરજ નિભાવતા જવાનો અને શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતા. આમ, આ કાર્યક્રમમાં ગામલોકો દેશપ્રેમની ભાવનામાં રંગાઈ ગયા હતા.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી મહેશભાઈ ધનવાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પારસભાઈ ચૌહાણ, શ્રી પિયુષભાઈ હુંબલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી જયંતિભાઈ બરોચિયા, શ્રી રવિભાઈ માકડીયા, વિનુભાઈ ચંદ્રવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.






