કાંકરેજના રવિયાણાના સંતશ્રી સિતારામ બાપુ બ્રહ્મલિન થતાં પાલખીયાત્રા નીકળી.
કાંકરેજના રવિયાણાના સંતશ્રી સિતારામ બાપુ બ્રહ્મલિન થતાં પાલખીયાત્રા નીકળી.
કાંકરેજના રવિયાણાના સંતશ્રી સિતારામ બાપુ બ્રહ્મલિન થતાં પાલખીયાત્રા નીકળી.
કાંકરેજ તાલુકાના રવિયાણા ખાતે આવેલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદીરમાં છેલ્લા ત્રિસેક વર્ષથી ભગવાન ભોળાનાથની તપસ્યા કરતાં પરમ શ્રધ્ધેય અને પરમ ગૌભકત સંતશ્રી કેશવરામ મહારાજ ઉર્ફે સિતારામ બાપુ (જોષી કેશવભાઈ જગન્નાથભાઈ) સતત ત્રણ દિવસથી રામધુન તથા સંકિર્તન કરતા કરતા સંવત ૨૦૮૧ ના વૈશાખવદ-૩ ને ગુરૂવાર તા.૧૫/૦૫/૨૦૨૫ ના રોજ બ્રાહ્મલિન થતા પાર્થિવ દેહને પ.પુજય સંતશ્રી મુકુંદ પ્રકાશજી મહારાજની પાવન નિશ્રામાં પ્રભુરામભાઈ જોષી,હેમાભાઈ જોષી, વાઘાભાઈ જોષી, દાનાભાઈ જોષી, વશરામભાઈ જોષી,સ્વ.નાથાભાઈ જગન્નાથભાઈ જોષી પરિવાર ની ઉપસ્થિતિમાં શાસ્ત્રીઓના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે વિધિ કર્યા બાદ રવિયાણા નિજ મંદિરે થી બાપુના પાર્થિવ દેહને બગીમાં પાલખી રાખી ડી.જે.સાથે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.જે ખોડા થઈ દિયોદર મેઈન બજાર ત્યાંથી ગજાનંદ ગૌ શાળામાં પ્રદક્ષિણા કરી બાપુના પાર્થિવ દેહને ગજાનંદ ગૌ શાળામાં વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ગાયનુ ધી,ટોપરા કુંડી,ચંદનના લાકડાથી પુજય મુકુંદ મહારાજની પાવન નિશ્રામાં બાપુના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરાતા પૂજ્ય બાપુનો પાર્થિવ દેહ પંચમહાભૂત માં વિલીન થયો હતો.પુજય સિતારામ બાપુ જીવદયા પ્રેમી હતા.ગૌ સેવામાં છેલ્લા કેટલાય વર્ષોથી ગાયોને ધાસચારો, અનાજ વગેરે જેવી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા હતાં. ગાયોમાં જયારે લમ્પી વાયરસ નામની ભયંકર બિમારી આવી ત્યારે તેમની કામગીરી સરાહનિય રહી હતી.આ સેવાકિય પ્રવૃતિમાં બાપુને ગૌ-પ્રેમિઓ દ્વારા સાથ- સહકાર પ્રાપ્ત થતો હતો.આ સાથે પુજય બાપુ અનેક સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલાં હતાં. આમ પ્રભુભકિત અને ગૌ-ભકિત એજ એમનો જીવનમંત્ર હતો. બ્રહ્મલિન પૂજ્ય બાપુની પાલખીયાત્રામાં વિશાળ સંખ્યામાં સંતો, મહંતો,ગૌ ભકતો,સેવકો, સામાજીક-રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યા માં જોડાયા હતા.અને દર્શનનો લ્હાવો લીધો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530